ન્યૂઝીલેન્ડ એ ટીમ ભારતના પ્રવાસે છે. ટેસ્ટ સીરિઝ પછી વન ડે શ્રેણી રમાશે. વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને ઇન્ડિયા એ ટીમની કમાન સોપવામાં આવી છે. સંજૂ સેમસનની આગેવાની ધરાવતી આ ટીમમાં પૃથ્વી શો સહિત કેટલાક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. 19 વર્ષના રાજ બાવા પણ આ ટીમમાંથી એક છે, જેને પસંદગીકાર હાર્દિક પંડ્યાના વિકલ્પના રૂપમાં જોઇ રહ્યા છે.
અંડર-19 વર્લ્ડકપની ખોજ
ભારતને અંડર-19 વર્લ્ડકપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવનારા બાવા મીડિયમ પેસર અને મિડલ ઓર્ડર બેટ્સમેન છે, તેને ચંદીગઢ માટે માત્ર બે રણજી મેચ રમી છે પરંતુ સમજવામાં આવે છે કે ચેતન શર્માની આગેવાની ધરાવતી સિલેક્શન કમિટી હાર્દિક પંડ્યા માટે વિકલ્પ તૈયાર કરવા માંગે છે. હાર્દિક પંડ્યાને ઇજાથી બચાવવા માટે તેના વર્કલોડ મેનેજમેન્ટ પર ધ્યાન આપવુ પડી રહ્યુ છે. રાજ બાવાએ આ વર્ષે રમાયેલી અંડર-19 વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ, તેને ટીમ ઇન્ડિયા માટે 6 મેચમાં કુલ 9 વિકેટની સાથે 252 રન બનાવ્યા હતા જેમાં યુગાંડા વિરૂદ્ધ તેની 162 રનની અણનમ ઇનિંગ પણ સામેલ હતી.
ફાસ્ટ બોલિંગ ઓલ રાઉન્ડર
શિવમ દુબે અને વિજય શંકર જેવા ઓલ રાઉન્ડર્સને વચ્ચે અજમાવવામાં આવ્યા પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુદને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. એવામાં પસંદગીકાર ફાસ્ટ બોલિંગ ઓલ રાઉન્ડરનો એક પૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત પાસે સ્પિન બોલિંગ ઓલ રાઉન્ડરના કેટલાક વિકલ્પ છે પરંતુ નીચેના ક્રમમાં સારી બેટિંગની સાથે ફાસ્ટ બોલિંગ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ સીરિઝમાં પસંદગીકારોને બાવાની ક્ષમતાનું આકલન કરવાની તક મળશે.
રાજના પિતા યુવરાજના હતા કોચ
યુવરાજ સિંહની નજીક આવતા જ રાજની લાઇફ બદલાઇ ગઇ હતી. યુવરાજ સિંહ, રાજના પિતાની અંડરમાં ટ્રેનિંગ લેતો હતો. તે રાજ માટે હીરો છે. યુવીની જેમ જ તે પણ 12 નંબરની જર્સી પહેરે છે .યુવરાજ સિંહનો બર્થ ડે 12 ડિસેમ્બરે જ્યારે રાજનો 12 નવેમ્બરે આવે છે. ક્રિકેટ સિવાય તે ડાન્સ અને થિયેટરનો પણ શોખીન છે.