બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વહી જતાં વરસાદી પાણીને રોકવા માટે ખેતતલાવડી તરફ વળ્યા છે. ત્યારે ખેડૂતોએ અનેક ખેતતલાવડી તૈયાર કરી છે પરંતુ પ્લાસ્ટિક ના અભાવે ખેડૂતોએ તૈયાર કરેલી ખેતતલાવડીમાં પાણી અને માટી ભરાઇ જતાં ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા બનાસકાંઠા સહિત 10 જિલ્લાઓમાં ખેડૂતો વધુમાં વધુ ખેત તલાવડી બનાવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે સરકાર દ્વારા પ્લાસ્ટિક વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી અનેક ખેડૂતોએ પ્લાસ્ટિક મળવાની આશાએ ખેતતલાવડી બનાવી છે પરંતુ પ્લાસ્ટિક ન મળતાં ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતોએ જળ બચાવવા માટે સ્વખર્ચે ખેત તલાવડીઓ ખોદીને તૈયાર કરેલી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક ન મળતા હાલમાં જિલ્લાના અનેક ખેડૂતોને તૈયાર કરેલી ખેત તલાવડીમાં પાણી અને માટી ભરાઈ જતા નુકસાન વેઠવાનો વારો આવે તેવી નોબત આવી શકે તેમ છે