બનાસડેરી માં ચેરમેન અને વાઈસ ચેરમેન ની ચુટણી યોજાશે

એશિયાની સહુથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા બનાસ ડેરીમાં નીયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે ડેરીના નવા ચેરમેન વાઇસ ચેરમેનની 2જી જૂને વરણી થનાર છે. જાકે હવે સહકારી ક્ષેત્રે પણ ચૂંટણીમાં રાજકીય મેન્ડેડની ફાળવણી કરવામાં આવતી હોઇ આ ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બનવા માટે સહકારી આગેવાનો ભાજપના મેન્ડેડ મેળવવા લોબિંગ શરૂ કર્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.બનાસ ડેરીના વર્તમાન નિયામક મંડળમાં પ્રથમ ટર્મના ચેરમેન તરીકે વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી અને વાઇસ ચેરમેન પદે ભાવાભાઇ રબારીએ તા.7 ઓકટો.2020એ ચાર્જ સંભાળ્યો હતો. જાકે હવે 3 મેના ના રોજ પ્રથમ ટર્મ ના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પદની નિયુક્તિ ચૂંટણી અધિકારી તરીકે પાલનપુર પ્રાંત અધિકારીની નિયુક્તિ પ્રક્રિયા કરી ડેરીના નવા સુકાનીની વરણી પ્રકિયા હાથ ધરાશે.સમગ્ર પ્રક્રિયા બનાસ ડેરી દ્વારા હાથ ધરાશે જેમાં એજન્ડા નીકાળવા, એજન્ડાની જાણ કરવી અને ચૂંટણી સંપન્ન કરવી ત્યાં સુધીની પ્રક્રિયા બનાસ ડેરી કરશે. પ્રાંત અધિકારી ઉમેદવારી સ્વીકારવા ઉપરાંત માત્ર ચેરમેન વાઇસ ચેરમેનના ટેકો આપનાર અને દરખાસ્ત આપનારની ખરાઈ કરી પ્રક્રિયા સંપન્ન કરશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version