ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા બી.એ સેમ 3 ના જાહેર કરેલા પરિણામમાં છાત્રો હાજર હોવા છતાં ગેરહાજર દર્શાવી સારા પેપર લખ્યા હોવા છતાં ખૂબ જ ઓછા ગુણ આપી નાપાસ કરવામાં આવ્યા હોઇ ચકાસણી માં ભૂલ હોવાની રાવ સાથે મણિબેન એમ. પી શાહ મહિલા આર્ટસ કૉલેજ કડીની 10 જેટલી છાત્રા કુલપતિને આવેદન પત્ર આપી તેમનું વર્ષ બગડતું હોય રડી પડી હતી.અને ભારે હૈયે અમારો શું વાંક , અમે તો પરીક્ષા આપી છે.બધા પેપર ખૂબ સારા લખ્યાં છે. છતાં નાપાસ કર્યા. હવે ફરી ચકાસણી માટે કહીએ તો પૈસા ભરવાના કે છે.અમારા પિતા સક્ષમ ન હોય અમે પૈસા ક્યાંથી લાવીએ. સત્વરે અમારી પરીક્ષાની ફરી ચકાસણી કરી સુધારા સાથે પરીણામ જાહેર કરવામાં આવે તેવી ભારે હૈયે કુલપતિ સમક્ષ રજુઆત કરતાં ઓફિસમાં એકદમ સનાટો છવાઈ ગયો હતો. કુલપતિ દ્વારા આ બાબતે યોગ્ય નિણર્ય લઇ કાર્યવાહી કરવાં જણાવ્યું હતું. પરીક્ષા નિયામકે જણાવ્યુ હતુ કે સ્નાતકમાં સેમ 1 અને 3 તેમજ અનુસ્નાતકમાં સેમ 1 ના છાત્રોની કુલ 8 લાખ OMR સીટ દ્વારા પરીક્ષા લેવાઇ હતી.પરિક્ષા માં હાજર છતાં ગેરહાજર બતાવતા હોવાની રજુઆત હોઇ ગેરહાજર વાળી અંદાજે 60 હજાર OMR સીટ હશે. તમામનો રેકોર્ડ કાઢી કમિટી સમક્ષ મુકીશું તેનો કમિટી નિર્ણય લેશે.કુલપતિ જે.જે.વોરાએ જણાવ્યું હતું કે તપાસ કરતા કેટલા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓનો વાંક છે. તો પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર પણ બેદરકારી દાખવતા પરિણામમાં ક્ષતિઓ આવી છે.ઓનલાઇન પરીક્ષાના સેમ 1 અને 3 ના કેટલાક પરિણામોમાં આવી ભૂલ હોવાની રજુઆત હોય એક્સપર્ટની કમિટી બનાવી તમામ છાત્રો માટે એક સરખો નિર્ણય લેવામાં આવશે