આકાશ ચોપરાનો દાવો- રૈના રમશે વિદેશી ટી-20 લીગ; ધોનીના પણ દક્ષિણ આફ્રિકામાં ટી-20 લીગમાં રમવાની અટકળો

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર આકાશ ચોપરાનું માનવુ છે કે સુરેશ રૈના વિદેશી ટી-20 લીગમાં રમતો જોવા મળશે. જેનું કારણ આઇપીએલ ફ્રેન્ચાઇઝી વિશ્વભરની લીગમાં ટીમ ખરીદી રહી છે. તાજેતરમાં જ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ સહિત આઇપીએલની છ ટીમોએ દક્ષિણ આફ્રિકાની ટી-20 લીગમાં ફ્રેન્ચાઇઝી ખરીદી છે. તે બાદથી અટકળો લાગી રહી છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ આ લીગમાં રમતો જોવા મળી શકે છે.સુરેશ રૈનાને લઇને આકાશ ચોપરાએ યૂ ટ્યુબ પર કહ્યુ, ભારતીય ફ્રેન્ચાઇઝીઓના CSA T20 લીગમાં તમામ છ ટીમના ખરીદવાથી આ પુરી રીતે ભારતીય લીગ બની ગઇ છે. યૂએઇ ટી-20 લીગમાં પણ ભારતીય ફ્રેન્ચાઇઝી છે. જો આવુ ચાલતુ રહ્યુ તો ફ્રેન્ચાઇઝી ઇચ્છશે કે તેમના ખેલાડી અલગ અલગ જગ્યાએ રમે. મને વાસ્તવમાં લાગે છે કે સુરેશ રૈના રમતો જોવા મળશે.

આઇપીએલ 2022માં અનસોલ્ડ રહ્યો હતો સુરેશ રૈના

આકાશ ચોપરાએ કહ્યુ કે સુરેશ રૈના જેવા ખેલાડી મહત્વના સાબિત થશે. ટીમ તેમની પર પૈસાનો વરસાદ કરશે. આકાશ ચોપરાએ કહ્યુ, મને લાગે છે કે કેટલાક ભારતીય ખેલાડી જલ્દી આ લીગમાં રમતા જોવા મળશે. જે ખેલાડી આઇપીએલમાં નથી રમી રહ્યા તે તમામ ઉપલબ્ધ છે પરંતુ રૈનાની ઘટના રસપ્રદ છે. ઘણા લોકો તેની પર પૈસા ખર્ચ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે મિસ્ટર આઇપીએલના નામથી જાણીતો આ ખેલાડી આઇપીએલ 2022 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. આ પહેલા તે ચેન્નાઇ સુપરકિંગ્સનો મહત્વનો ભાગ હતો.

મહેન્દ્રસિંહ ધોનીના CSA T20 લીગમાં રમવાની અટકળો

CSA T20 લીગમાં ચેન્નાઇ સુપરકિંગ્સે જ્હોનિસબર્ગની ટીમ ખરીદી છે અને મહેન્દ્રસિંહ ધોની વગર સીએસકેની કલ્પના મુશ્કેલ છે. એવામાં અટકળો લાગી રહી છે કે ભવિષ્યમાં ધોની દક્ષિણ આફ્રિકાની લીગમાં રમતો જોવા મળી શકે છે. જોકે, આવુ થવુ મુશ્કેલ છે, જેનું કારણ બીસીસીઆઇનો નિયમ છે.

શું છે બીસીસીઆઇનો નિયમ?

વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને વિદેશી લીગમાં ભાગ લેવાની પરવાનગી નથી આપતુ જ્યાર સુધી તે ભારત માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ ના લઇ લે. આ સિવાય તેમણે બોર્ડના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની પણ જરૂર પડે છે. આ સિવાય જો તે આઇપીએલમાં રમે છે તો કોઇ વિદેશી લીગમાં રમવા નથી ઉતરી શકતા. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ તો લઇ લીધો છે પરંતુ તે આઇપીએલમાં હજુ પણ રમે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version