- ખેડૂતોને પર્યાપ્ત લોન મળી શકે, તેના માટે સરકારે 2022 સુધી કૃષિ લોનના લક્ષ્યને વધારીને 16.5 લાખ કરોડ રૂપિયા કર્યું. તેના દ્વારા પશુપાલ, ડેરી અને મત્સ્ય પાલન કરનારા ખેડૂતોને વધુ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- કૃષિ ઉત્પાદોની નિકાસ વધારવા માટે ઓપરેશ ગ્રીન સ્કીમનો વ્યાપ વધારવામાં આવશે. હાલના સમયે તે માત્ર ટામેટા, બટાકા અને ડુંગળી પર લાગુ છે. તેમાં ખરાબ થનારા 22 નવા ઉત્પાદોને સામેલ કરવામાં આવશે.
- પીએમ સ્વામિત્વ સ્કીમનો વિસ્તાર કરવામાં આવશે. યોજના અંતર્ગત ગામોમાં સંપતિઓના માલિકોને અધિકારના દસ્તાવેજ અપાઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 1241 ગામોમાં લગભગ 1.80 લાખ સંપત્તિ માલિકોને કાર્ડ આપવામાં આવ્યા છે.
- આધુનિક ફિશિંગ હર્બર અને ફિશ લેન્ડિંગ સેન્ટરમાં પર્યાપ્ત રોકાણનો પ્રસ્તાવ. કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારદીપ અને પેટુઆધાટ જેવા શહેરમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનશે. તટીય વિસ્તારમાં રહેનારા લોકોને રોજગારી આપવા માટે તમિલનાડુમાં મલ્ટીપરપઝ સી-વીડ પાર્ક બનશે.
- 1000 બીજી મંડિયોને ઈ-અનએએમ (e-NAMs) સાથે જોડાવામાં આવશે. હાલ તેમાં 1.68 કરોડ ખેડૂતો રજિસ્ટર્ડ છે અને લગભગ 1.14 લાખ કરોડ રૂપિયાનો વેપાર કરી ચૂક્યા છે. ઈ-એનએએમથી કૃષિ બજારમાં પારદર્શિતા અને પ્રતિસ્પર્ધા વધી છે.
- રૂરલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફન્ડને 30 હજાર કરોડથી વધારીને 40 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફન્ડ સુધી APMC(એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)ની પહોંચ હશે.