સરહદી વાવ તાલુકાનાં રાછેણા ગામે પંદર દિવસથી પીવાનું પાણી નહિ મળતું હોવાથી ઉનાળે પ્રારંભે જ ગ્રામજનો સહિત પશુઓની પીવાનાં પાણીનાં અભાવે ટળવળી રહ્યાં છે ત્યારે રાછેણા ગ્રામપંચાયતનાં સરપંચ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ હોવાં છતાં પણ પાણી પુરવઠા વિભાગ જાણે કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે ગુરુવારે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ અને કોન્ટાક્ટર દ્વારા આછુવા અને અન્ય ગામની સીમમાંથી 37 જેટલાં બિનકાયદેસર કનેક્શન ખેતરોમાંથી કાપવામાં આવ્યાં હોવાનું રાછેણા ગામનાં સરપંચે જણાવ્યું હતું.ત્યારે સત્વરે પીવાનાં પાણીની સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે.ઉલ્લેખનીય છે કે વાવ તાલુકામાં ઉનાળાનાં પ્રારંભે જ સરહદી વિસ્તારમાં પીવાનાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે લોકો અને પશુઓ સહિત હાલત કફોડી બની જાય છે ત્યારે વાવ તાલુકાનાં રાછેણા ગામમાં રામઆશરા (તખતપુરા)થી ૩૦.કિમિની પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે.સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે.લોકો સહિત પશુ પક્ષીઓની હાલત ભયંકર ગરમીને કારણે અને પીવાનાં પાણીનાં અભાવે અનેક પશુઓ મોતને ભેટ રહ્યાં છે.વધુમાં આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે રાછેણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 350 બાળકોને પીવાનાં પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ત્યારે શાળાનાં આચાર્યએ જણાવ્યુ હતુ કે પીવાનાં પાણીનાં અભાવે અભ્યાસ પર અસર પડે છે.પાણી ચાલુ થાય એવી અમારી માંગણી છે.