ડીસા ખરડોસણ ગામે આમ આદમી પાર્ટીની ગામડું બેઠક યોજાઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ની સાથે આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે‌ તયારે અને ઠેર-ઠેર લોકો સુધી પહોંચાવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના ખરડોસણ ગામે આમ આદમી પાર્ટીની ગામડું બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ કમલેશભાઈ ઠક્કર હરેશભાઈ ઠક્કર હનુમાન સીહ સાથે જીગ્નેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં ગામડું બેઠકને સંબોધિત કરતા આપના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને ‌ જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ દ્વારા ભાજપ અને કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં સાથે-સાથે 2022 ની ગુુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર ને ઘરભેગી કરી ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે ઉપસ્થિત ગ્રામજનોને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી ત્યારે આજે ખરડોસણ‌‌ માં મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીને હસ્તે ટોપી ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *