સરહદી બનાસકાંઠા માં વાવ તાલુકા ની 23 ગ્રામ પંચાયતો માં 80 સરપંચ અને 102 ઉમેદવારો આમને સામને હતા .અને તેમનું ભાવિ 19 ડિસેમ્બર ના દિવસે કહી શકાય કે લોકો એ ભારે મતદાન કર્યું હતું જેમાં મત પેટી માં સરપંચ અને સભ્યો ના ભાવિ શીલ થયા હતા .જેને લઈ 21ડિસેમ્બર ના રોજ મતગણતરી વાવ ની મોર્ડન સ્કૂલ ખાતે રાખવામાં આવી હતી જો કે સવાર થી સાંજ સુધી સરપંચ ઉમેદવાર ની જીત ની આશા લઇ ભારે ભીડ જોવા મળી હતી.જોકે સરપંચ ના સંગ્રામ માં તાલુકા ભાજપ નેતા ઓ માટે નો પ્રતિષ્ઠા નો દાવ કહી શકાતો હતો હતો જેમાં કોઈક જગ્યાએ નાની મોટી લીડ થી જીત્યા હતા જેમાં સૌથી મોટી લીડ જીત વાવ ગ્રામ પંચાયત ના સરપંચ ઉમેદવાર ભરત સોઢા ના માતૃશ્રી દિવાલીબેન નાગજીભાઈ વેંઝિયા 1188 ની ભારે મત ની લીડ થી વિજય બન્યા હતા, તો બીજી બાજુ વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી રામસેંગ ભાઈ રાજપૂત ના ભાઈ રમેશભાઈ ગણેશભાઈ રાજપૂત નો 80 મતો થી વિજય બન્યા હતા .

તો બીજી તરફ માવસરી ગ્રામપંચાયત ની સરપંચ ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચો બનાસકાંઠા જિલ્લા ના મંત્રી પ્રકાશ વ્યાસ ના ધર્મપત્ની આરતીબેન પ્રકાશભાઈ નો 321 મતો થી વિજય થયો હતો ,એક તરફ પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ અને શંકરભાઈ ચૌધરી ના અંગત મિત્ર ગણાતા ધનજીભાઈ ગોહિલ ના પુત્રવધુ રતનબેન નટવરસિંહ ગોહિલ નો ૧૫૬ મતો થી વિજય થયો છે, તો હાલ માં વાવ તાલુકા પંચાયત ના ઉપ્રમુખ ગીતાબેન ઈશ્વરભાઈ પટેલ ના સાસુ રામીબેન લક્ષ્મણભાઈ પટેલ નો ૨૨૮ મતો થી વિજય થયો હતો. સમગ્ર સમીકરણ ને જોતા લાગી રહ્યું છે કે વાવ તાલુકા ગ્રામ પંચાયત ની ચુંટણી માં ભાજપ નો દબદબો જોવા મળ્યો જેમાં એમ કહીશકાય કે ભાજપ પ્રેરિત સરપંચ નો વિજય થયો છે