બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ હાઇવે પર સૂઇગામ તરફ થી થરાદ તરફ જતા બપોર ના અંદાજિત 12, વાગ્યા ની આસપાસ હિંગળાજ હોટલ કેશરકૃપા હોટલ વચ્ચે બાયોડીઝલ ભરેલ ટેન્કર નો અકસ્માત થયો હતો. ટેન્કર ના ધડાકા નો અવાજ સાંભળી આજુબાજુ માં રહેતા લોકો ધટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ અક્સ્માત માં ડ્રાઈવર અને કંડકટર નો આબાદ બચાવ થયો હતો .પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કર ના પાછલ ના ભાગે આવેલ ટાયર ફાટતા જતા સામે આવતા ટ્રેકટર ચાલક ને બચાવવા જતા ટેન્કર રોડ નીચે ઉતરી જતાં પલટી મારી હતી .આ સમગ્ર મામલે વાવ પોલીસ ધટના સ્થળે પહોંચી હતી.અક્સ્માત નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે