યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)
સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન પદે નિમણુક કરવામાં આવી છે જેમાં આજ રોજ તા :૦૯/૦૨/૨૦૨૧ ના વાવ તાલુકા પંચાયત કચેરી ના સભાખંડ માં વાવ ના ટીડીઓ રાહુલ ભારદ્વાજ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી જેમાં વાવ તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન પદે ટડાવ સીટ ના મહિલા સદસ્ય ધનીબેન રૂપશીભાઈ પારેગી ની વરણી કરવામાં આવી છે જે પ્રસંગે સદસ્ય જગશીભાઇ ચૌહાણ (જોરડીયાળી) ,રગનાથભાઈ પારેગી (માડકા) ,રામાભાઈ ભીલ (માવસરી )તેમજ વાવ તાલુકા વિકાસ અધિકારી ,વિસ્તરણ અધિકારી શીવાભાઈ પટેલ ,ભીલ સાહેબ ,સામજિક અગ્રણી વજેરામભાઈ સોલંકી (ઉમેદપુરા) દાનાભાઈ પરમાર(તીર્થગામ)નારણભાઈ સોલંકી (માડકા) કુભાભાઈ (ટડાવ)સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ અગ્રણી મિત્રો ની હાજરી માં ધનીબેન પાંરેગી એ ન્યાય સમિતિ ના ચેરમેન નો કાર્યભાર સંભાળી લીધો હતો