યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)
સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણકુમાર દુગ્ગલ ,પાલનપુર(બનાસકાંઠા) તરફથી આપેલ સુચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પુજા યાદવ,થરાદ વિભાગ ના દ્વારા આ ગુનાના કામે છેતરપીંડીમાં થયેલ નાંણા રીકરવા કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતુ.જે કામે વાવ પો.સ્ટેના શ્રી એસ.જી.મેર અજમાયશી પોલીસ ઇન્સ્પેકટર ના દ્વારા લવ અવધકિશોર દાતારામ ગુપ્તા રહે.ખારધાર, નવી મુંબઇ મુળ રહે.જયપુર (રાજસ્થાન) વાળાને જીલ્લા જેલ,ભરૂચ ખાતેથી તથા આરોપી ડૉ. રાકેશ રામનારાયણ વર્મા રહે.મુંબઇ ડેપ્યુટી ડીન સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ મુંબઈ નાઓને મુંબઇ સેન્ટ્રલ જેલ,મુંબઇ ખાતેથી ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી કોર્ટમાં રજુ કરી દિન-૧૦ ના પોલીસ રીમાન્ડ મેળવેલ હતા અને આ કામે પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી ગયેલ રૂ.૪૧,૦૦,૦૦૦/- (એકતાલીસ લાખ રૂપિયા પુરા) જેટલી માતબર રકમ રીકવર કરવામાં આવેલ છે તે બાદ હાલમાં આ ગુનાની તપાસ ચાલુમાં છે.