વાવ તાલુકા ગ્રામ પંચાયત ની ચુંટણી નું ચિત્ર સ્પષ્ટ ,સરપંચ માટે ૮૦ તથા સભ્યો માટે ૯૨ ઉમેદવારો મેદાને ..

સમગ્ર રાજય માં ૧૯ ડીસેમ્બર ના રોજ ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાવાની છે જેને લઈને ગામડા ઓ માં ચુંટણી નો mગરમાવો બરાબર જામતો નજરે જોવા મળી રહ્યો છે સરકાર ના જાહેરનામા મુજબ વાવ  તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયત ૬ વોર્ડ ની  ચૂંટણી આગામી તારીખ.૧૯ ડિસેમ્બરના રોજ યોજાનાર હોય જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણીમાં સરપંચ માટે ૧૩૪  અને વોર્ડ સભ્ય માટે ૨૯૪ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્રો વાવ મામલતદાર ઓફિસ તથા તાલુકા પંચાયતમાં રાજુ કર્યા હતા.

ફોર્મ પરત ખેંચવાના દિવસે સરપંચ માટે ૫૪ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા જ્યારે વોર્ડ સભ્ય માટે ૩૭ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. વાવ  તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતના કુલ ૨૧૦ માંથી ૬૫ વોર્ડ સભ્ય ઉમેદવારો ચૂંટણી લડ્યા વિના જ બિનહરીફ જાહેર થયા છે તે પૈકી વાવ  તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતો પૈકી ૨૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેમાં સરપંચ માટે ૮૦  તથા વોર્ડ સભ્ય માટે ૯૨ ઉમેદવારો મેદાન રહેતા તેમના વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version