કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એ ભારત નું ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે.સમયાંતરે વિવિધ આક્રંમણકારો ઓ દ્વારા મંદિરને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ છે પતિત પાવાની માં ગંગા કાશીમાં છે કાશી નગરી નું ખૂબ મહત્વ છે.બાબા કાશી વિશ્વનાથના દર્શને આવતા ભક્તોને સોકડી ગલીઓ અને અન્ય પરેશાનીનો સામનો કરવો પડતો હતો ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામને ભવ્ય બનાવવાનો સંકલ્પ કર્યો અને હજારો કરોડ રૂપિયાના ખર્ચે કાશી કોરિડોર બનાવવામાં આવ્યો.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશના સાધુ સંતોની હાજરીમાં એ આજે દેશવાસીઓને અર્પણ કરવામાં આવ્યો
જેને દિવ્ય કાશી ભવ્ય કાશી નામ આપવામાં આવ્યું આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે ભાજપ દ્વારા દરેક તાલુકા મથકે શિવાલયમાં ટીવી સ્ક્રીન લગાવીને સાધુ સંતોની હાજરીમાં આ કાર્યક્રમ નિહાળવા નું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આજે ડીસા તાલુકાના ભાચરવા ગામે પણ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાચરવા ગામમાંથી ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.