વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના સપ્તાહને “સેવા સપ્તાહ” તરીકેની ઉજવણીના ભાગરૂપે વાવ તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં તાલુકા ભાજપ સંગઠનના માર્ગદર્શન હેઠળ વાવ તાલુકા ભાજપ સંગઠન દ્વારા વાવ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાવ સરકારીહોસ્પિટલ ખાતે તમામ દર્દીઓને ફ્રુટ વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામસેંગભાઈ રાજપૂત ,ભગવાનભાઈ વ્યાસ ,તાલુકા યુવા મોરચા ના પ્રમુખ ભરતસિંહ સોઢા સહીત સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ એમ બારોટ કિશોરભાઈ બારોટ સહીત ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ વાવ તાલુકા મહિલા મોરચા બહેનો તેમજ બહોળી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.