સનાતન પરંપરામાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ઘણું ધાર્મિક મહત્વ છે કારણ કે આ દિવસે પરિવર્તન એકાદશી અથવા તો ડોલ અગિયારસ (Dol Gyaras 2022) નો તહેવાર ઉજવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. આ પવિત્ર તિથિને જળ જીલણી એકાદશી (Jaljilani Ekadashi)ના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ માટે બાળકના સ્વરૂપને શણગારીને ખાસ ઢીંગલી તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા વરસાવનાર એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ-વિધાન સાથે રાખવામાં આવે છે.ત્યારે આજરોજ વાવ સનાતન યુવક મંડળ ના અધ્યક્ષ સ્થાને જળ જીલણી એકાદશી ને લઈને શોભાયાત્રા નીકાલવામાં આવી હતી.આ શોભાયાત્રા વાવ ત્રિકમજી મંદિર થી લઈને વાવ નગર ની ચો ફેર માર્ગો પર બેન્ડબાજા તેમજ ઢોલ નગારા સાથે વેશભુજા સાથે નીકાળવામાં આવી હતી.આજ ના આ શોભાયાત્રા માં હજારો સનાતની લોકો હાજર રહ્યા હતા.