વાવ સીવીલ કોર્ટ ખાતે વાવ બાર એસોસિએશનની મિટિંગ મળી હતી જેમાં નવા પ્રમુખ તરીકે વકીલ મંડળ દ્વારા નવ યુવાન નોટરી વકીલ સાહેબ વાલજીભાઈ એ.પરમાર .પ્રતાપપુરા( એડવોકેટ એન્ડ નોટરી) ની નિમણુંક કરવામાં આવી હતી. વકીલ મંડળ દ્વારા દલિત સમાજ માં આગવી ઓળખ ધરાવતા તેમજ પી.એચ.ડી સુધીનો ઉચ્ચ અભ્યાસ ધરાવનાર અને તેમજ પ્રતાપપુરા અનુપમ પ્રા શાળા ના અધ્યક્ષ તેમજ સ્પ્રેડા સરકારી કુમાર છાત્રાલય ના પ્રમુખ તેમજ વાવ અખંડ મેઘવાલ સમાજ સેવા સંસ્થા ના મંત્રી એવા યુવા નોટરી એડવોકેટ વાલજી ભાઈ પરમાર ના નામે સર્વાનુમતે એક નામ પર મહોર લગાવી પ્રમુખ બનાવાની પંરમપરા કાયમ રહી છે

આજે વાવ કોર્ટ પરીસરમા મીટીંગ મા સર્વાનુમતે વાવ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે યુવા નોટરી એડવોકેટ વાલજીભાઈ પરમાર ની બીન હરીફ નિમણુક થઈ હતી, આ પદની નિમણુક બાદ વકીલ મિત્રો ,સગા સબંધી,મિત્રમંડળ ,રાજકીય આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા હતા અને જીવન મા ઉતરોતર પ્રગતી કરે તેવા આશીર્વાદ પણ મળી રહ્યા છે.