થરાદ પંથકમાં રોજિંદા આત્મહત્યા ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તે ઉપરાંત કેનાલમાંથી બિનવારસી મૃતદેહ મળવાનો સિલસિલો પણ યથાવત છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં થરાદ – ઢીમાં રોડ પર આવેલ મુખ્ય નહેરના પુલ પાસે કોઈ અજાણ્યા ઈસમ નો શવ તરતો હોવા ની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયરટીમ તેમજ તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર સ્ટાફ તેમજ તરવૈયા દ્વારા મૃતદેહ ને બહાર નીકાળવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તા-૨૫/૦૫/૨૦૨૨ થરાદ – ઢીમાં રોડ પર આવેલ નર્મદાની મુખ્ય નહેરના પુલ નજીક કોઈ અજાણ્યા વૃધ્ધ નો શબ તરતી હાલતમાં જોતા જાણ થરાદ નગરપાલિકાની ફાયરટીમ કરાતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ, ફાયરમેન ધનજીભાઈ પ્રજાપતિ સહિતની ફાયરની ટિમ તથા તરવૈયા સુલતાન મીર તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને મૃતદેહ ને બહાર નિકાળ્યો હતો જોકે ઘટનાને પગલે નહેરના પુલ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ વૃધ્ધની ઓળખ કરતાં તે કાનજીભાઈ પારૂભાઈ ઉ.વ.આ ૭૦ રહે શિવનગર થરાદ વાળો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી