બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે અચાનક બાઈક ચાલક વચ્ચે આવતા બચાવવા જતા ભરેલ ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ ઉપરનું કાબુ ગુમાવતા એ ટ્રેક્ટર પીકઅપ સ્ટેન્ડ માં ઘૂસી જતા અંદર બેઠેલ બે યુવકોને ચગદાઈ ગયા હતા જેમાં કરુણ મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી કંબોઈ ગામના પીકપ સ્ટેન્ડ પાસે દુદાસણ તરફથી રેતી ભરીને આવી રહેલ ટ્રેક્ટર નંબર gj 18 s 33 66 ના ચાલકે માર્ગમાં અચાનક બાઈક ચાલકને બચાવવા જતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો તેથી ટ્રેક્ટરનો પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી ગયું હતું અંદર બેઠેલા બે યુવકને ટક્કર મારતા બેના મોત થયા હતાઅકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામ કરી કરી બંને યુવકને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને નાસી ગયો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવીને બંને મૃત્દેહ ને શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વાલી વારસાને સોંપવામાં આવ્યા હતા. આ અંગે વિક્રમસિંહ બલદેવસિંહ સોલંકી શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી એક જ કુટુંબના યુવકોનું અકસ્માતમાં મોત થતા કંબોઈ ગામ માં શોકનો માહોલ સર્જાયો હતો