પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાટવાણા ગામની બાજુમાં ખારીયા વિસ્તારમાં 60 જેટલા ખેડૂતોની જમીન આવેલી હોય અને હાલ ચોમાસાના હિસાબે લોકોની જમીનમાં કપાસ અને માંડવીનું વાવેતર કરેલું હોય ત્યારે છેલ્લા 15 દિવસથી ભારે વરસાદ થતો હોય અને વાવેતરમાં પાણી ભરાવાના હિસાબે વાવેતર નિષ્ફળ જતું હોય ત્યારે ખેતરો અને રસ્તા પર પણ પાણી ભરાયેલા હોય પાક નિષ્ફળ જવાની શક્યતા હોય અને છેલ્લા આઠ દિવસથી બાળકો શાળાએ પણ જઈ શકતા ના હોય ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટેલીફોનિક જાણ કરતા રૂબરૂ મળી લોકોની પરિસ્થિતિ જાણી હતી અને જેટલી સહાય થાય તેટલી સહાય કરવાની ખાતરી આપી હતી અને આગામી 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર આવતા તેઓના તાત્કાલિક ધોરણે કામ કરી આપવામાં આવશે તેઓ વિશ્વાસ અપાવ્યો હતો અને આ બાબતની રજૂઆત કુતિયાણા મામલતદાર કચેરીએ લોકોને સાથે રાખી કરવામાં આવશે અને લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે તેવું માલદેભાઈ સોલંકી, વેજાભાઇ સોલંકી, વિનુભાઈ સોલંકી, વર્ષાબેન ખુટી ,આરતીબેન મોઢવાડિયા અને જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું.