વાવ સુઈગામ હાઇવે પર અકસ્માત ની ધટના સામે આવી જેમાં રાજસ્થાન તરફ ચિનાઈ માટી ભરી આવી રહેલ ટ્રેઈલર વાવ સૂઈગામ હાઇવે પર આવેલા નર્મદા કેનાલ ના પુલ ની પાસે અગમ્ય કારણોસર ટ્રક ચાલક કાબુ ગુમાવતા રોડની સાઈડમા પલ્ટી મારતા ધડાકા સાથે ટ્રેઈલર બે ભાગ થયા હતા જેમાં આગળના ભાગ ડ્રાઈવર નીચે આવી જતા ગંભીર રીતે ધાયલ થયો હતો જેને ૧૦૮ મારફતે વાવ રેફરલ ખાતે ખસેડવા આવ્યો હતો. જેકે સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતુ. જેમાં ૧૦૮ ના સ્ટાફે ને મરણ જનાર ચાલક પાસેથી પર્શ મળી આવતા પોલીસને સૌપાયુ હતુ મૃતક રાજસ્થાન ના સાંચોર તાલુકાના હરીવાવનો ચંદ્રપ્રકાશ બંશીલાલ જૈન(સાધુ) હોવાનું બહાર આવ્યું હતું.બનાવ અંગે મૃતકના પરિવારજનોને સંપર્ક કરતાં વાવ ખાતે દોડી આવ્યા હતા.