આજ રોજ વિશ્વરત્ન ,મહામાનવ, સિમ્બોલ ઓફ નોલેજ, મહિલાઓના મુક્તિદાતા ,લાખો કરોડો શોષિતો પીડિતો ના ઉદ્ધારક , ભારત ના ભાગ્ય વિધાતા ,બંધારણ ના ઘડવૈયા અને કાયદાના મસીહા એવા ડો.બાબા સાહેબ આંબેડકરના 65માં મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે ધાનેરા ખાતે વિવિધ સંગઠનો દ્વારા રેલી થકી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

ધાનેરાના ઇતિહાસમાં પ્રથમવાર વિવિધ આંબેડકરવાદી સંગઠનો દ્વારા ભેગા મળી ૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ભવ્ય મૌનરેલી યોજાઈ હતી અને ફુલહાર થકી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ડૉ.બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવી હતી સાથે જેમાં પ્લેકાર્ડ બતાવીને અનેક માનવતાવાદી સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા