લાખણી તાલુકા ના પેપળુ ગામ ના મહંતશ્રી સેધારામબાપુ બ્રહ્મલીન થતાં એમના સેવકગણોઓ લાગણીસભર ભારે દુ.ખ વ્યક્ત કર્યું હતું સેધારામબાપુ એમના સમગ્ર જીવનકાળ દરમિયાન પશુ પક્ષીની અપાર સેવા કરી હતી.ખુબ જ પ્રેમાળ સ્વભાવ અને જીવદયામાં વધુ માનતા હતાં પેપળું ગામના અેક સાચા સંતની વિદાયથી સેવકગણમાં ભારે નારાજગી વ્યાપી છે .મહંતશ્રી સેધારામબાપુનું મુળ વતન ભાભર તાલુકાના અબાસણા ગામ હતુ મુળ ઠાકોર જાતીના ( ભાંભેરા પરીવાર ) અટકના હતા.વર્ષો પહેલા પેપળું ગામના રામદેવપીર ના મહંતશ્રી કાળીદાસબાપુ હતા. આશરે પાંચસો જેટલા ગામોના ભક્તજનોના કાળીદાસબાપુ ગુરુ હતા. અેમને દેવ થતાં મહંતશ્રી સગારામબાપુ થયા હતા.ત્યાર પછી સેધારામબાપુઅે બાવન ગામ ઠાકોર સમાજ રામદેપીર મંદીરના જગ્યાની ગાદી સંભાળી હતી મહંતશ્રી સેધારામબાપુના પાર્થિવદેહના હજારો ભક્તોઅે દર્શન કર્યા હતા.મહંતશ્રી સેધારામબાપુની ચીર વિદાયથી શ્રી રામદેવ ભક્ત મંડળ પેપળું તથા સમગ્ર ઠાકોર સમાજ તેમજ પેપળું ગામના દરેક સમાજના લોકો અને સમગ્ર પંથકના સેવકગણે ભારે શોક વ્યક્ત કર્યો હતો.