શહેરમાં લોકોના ઘર ઓફીસ બાદ હવે ગ્રામ વિસ્તારો માં મંદિરમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. તસ્કરો હવે મંદિરને પણ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ટડાવ ગામે ચોરી ની ધટના સામે આવી છે. સવારમાં મંદિરના પુજારી મંદિરમાં આવતા તેઓને મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી અને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં શીતળા માતાજી ના મંદિર માં બે અજાણ્યા તસ્કરો એ અંદાજીત 25 હજાર તેમજ ૧૦૦૦રૂ, ચાંદી ની આંખ તેમજ કરીયાણા ની દુકાન માં સીધું સામાન રૂ ૪૦૦૦ અને ઉમેદપુરા પ્રાથમિક શાળા ના મધ્યાનભોજન સામાન જેમાં ધઉં ચોખા દાળ તેમજ તેલ કી.રૂ.૮૭૦૦ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ આ સમગ્ર ચોરી મામલે શીતળા માતાજી ના મંદિરના પુજારી કલ્પેશભાઈ મધાભાઈ નાઈ એ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે.જેમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તસ્કરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.