બનાસકાંઠા જિલ્લા માં માર્ગ અકસ્માત ના બનાવો માં દિન પ્રતિ દિન વધારો જોવા મળી રહયો છે .જેમાં અનેક લોકો મોત ને પણ ભેટતા હોય છે.વધુ એક અકસ્માત ઢીમા વાવ રોડ પર સાંગાસર તળાવ ની સામે બાઇક અને પિક અપ ગાડી વચ્ચે સર્જાયો હતો.જેમાં બાઇક સવાર શિક્ષક ઢીમાં પ્રાથમિક શાળા માં નોકરી કરતા પ્રવિણ ભાઈ માનાભાઈ માળી નું ધટના સ્થળે મોત નીપજ્યું હતું.જોકે બાઇક પાછળ બેઠેલ બાળકી ને ગંભીર ઇજાઓ પહોંચતા બાળકી ને થરાદ ની ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે.જોકે આજુબાજુ ના લોકો ઘટના સ્થળે પહોંચી અકસ્માત માં મૃત પામનાર શિક્ષક ને નજીક રેફરલ હોસ્પિટલ માં પી એમ અર્થે ખસેડવામાં આવી હતી.વધું માં વાવ પોલીસે ધટના સ્થળે પહોંચી અજાણ્યા પિક અપ ડાલા ના વિરુદ્ધ માં અકસ્માત નો ગુન્હો નોંધી પિક અપ ડાલા ને શોધવા ચક્રો ગતિમાન કરી તપાસ હાથધરી છે.