આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ ગ્રામપંચાયતમાં ઈ શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને લઈને શ્રમિકો માટે યુવિન કાર્ડ , ઈ નિર્માણ કાર્ડ,વગેરે બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા ઈ શ્રમ કાર્ડ દ્વારા તમામ માહિતી આપવામાં આવી રહી છે.ત્યારે આજે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં પણ ઈ શ્રમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનું આયોજન તલાટી કમ મંત્રી બળવતભાઈ રાણા અને સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં થેરવાડા ગામમાં રહેતા શ્રમયોગી લોકોએ ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં ઈ શ્રમ કાર્ડએ ઘરની કામવાળી બહેનો, નોકર, પોતાની દુકાન તેમજ આજુબાજુની દુકાનોમાં કામ કરતા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ, સેલ્સ બોય, રીક્ષાચાલક, લારીવાળાઓને આ કાર્ડના આધારે 2 લાખનો મફતમાં વીમો આપવામાં આવે છે.