ફીફા વર્લ્ડકપ 2022ના કાર્યક્રમમાં બદલાવ થઇ શકે છે. હવે કતારમાં યોજાનારા આ વર્લ્ડકપ નિર્ધારિત કાર્યક્રમના એક દિવસ પહેલા શરૂ થઇ શકે છે. ફૂટબોલની વૈશ્વિક સંચાલન સંસ્થાન ફીફા યજમાન દેશ કતારને20 નવેમ્બરે ઇક્વાડોર વિરૂદ્ધ મેચ રમવાની સ્વીકૃતિ આપવાની યોજના પર વિચાર કરી રહી છે. ફીફા વર્લ્ડકપને લઇને કતાર ઉત્સુક છે.આ ઘટનાની જાણકારી રાખનારા એક વ્યક્તિએ જણાવ્યુ કે ફીફા અધ્યક્ષ અને છ મહાદ્વીપીય ફૂટબોલ સંસ્થાના પ્રમુખોની સમિતી કેટલાક દિવસની અંદર તેની પર નિર્ણય કરી શકે છે. વ્યક્તિએ જણાવ્યુ કે આ પ્રસ્તાવને કતારના અધિકારીઓ અને દક્ષિણ અમેરિકન ફૂટબોલ સંસ્થા કોનમેબોલનું સમર્થન છે અને આ ચર્ચાથી કતાર અને ઇક્વાડોર ફૂટબોલ મહાસંઘ પણ જોડાયેલા છે.
21 નવેમ્બરે છે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ફીફા વર્લ્ડકપ 21 નવેમ્બરે નેધરલેન્ડ અને સેનેગલ વચ્ચે દોહામાં સ્થાનિક સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થવાનો છે. કતાર અને ઇક્વાડોર પણ ગ્રુપ-એમાં જ છે અને આ બન્ને દેશની મેચ તે દિવસે છ કલાક પછી શરૂ થવાની છે પરંતુ હવે 20 નવેમ્બરે જ કતાર અને ઇક્વાડોર વચ્ચે મેચની ટૂર્નામેન્ટથી પ્રારંભ થઇ શકે છે.
32 ટીમ ભાગ લઇ રહી છે
ફીફા જ્યારે કેટલાક વર્ષ પહેલા 32 ટીમની ટૂર્નામેન્ટના કાર્યક્રમમાં તૈયાર થયુ હતુ તો રવિવારે ટૂર્નામેન્ટની શરૂઆત ના કરવા પર સહમતિ બની હતી કારણ કે યૂરોપની લીગની ક્લબ મેચ 13 નવેમ્બર સુધી ચાલે છે. કતાર અને ઇક્વાડોરના ઘણા ઓછા ખેલાડી યૂરોપમાં રમે છે અને એવામાં યજમાન દેશને આ દિવસે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાની તક મળી શકે છે.આ પેઢીના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ માટે આ ફીફા વર્લ્ડકપ અંતિમ ટૂર્નામેન્ટ સાબિત થઇ શકે છે. લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો,નેમાર અને ગેરેથ બેલ પોત પોતાની ટીમ માટે સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.