- માત્ર ફોન દ્વારા ટિફિન ટીફીન સેવા પૂરી પાડે છે આ ગ્રુપ
- ફોન દ્વારા રક્તની સેવા મળે છે
- માનવતા ભર્યું કામ કરી યુવાનો માનવતા મહેકાવી રહ્યા છે
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :ગુજરાત
સમગ્ર દેશ માં આ વેશ્વિક મહામારી એ પગ પેસારો કર્યો છે જેમાં ગુજરાત માં હાલ નાં સમયમાં ચાલી રહેલ આ કોરાના મહામારી મા લોકો ભયનાં માહોલમાં જીવી રહ્યા છે ત્યારે હોસ્પિટલોમાં લોકો ને બેડ મળવા પણ મુશ્કેલ છે તથા દર્દીની સાથે આવેલ લોકો ની હાલત પણ બહુ ખરાબ હોય છે આવા આ સમય માં ભુજ-કચ્છ મધ્યે એક વૉટસ એપ ગ્રુપ નિસ્વાર્થ ભાવે કોઈ પણ વાહવાહી ની લાલચ વગર કામ કરી રહ્યું છે. જેનું નામ છે હેપ્પી લાઇફ ગ્રુપ… હોસ્પિટલ માં આવતા બીમાર લોકો અને એમની સાથે આવતા સગા સબંધી ને આ ગ્રુપ એક ફોન ઉપર ટિફિન અને બ્લડ પૂરું પાડે છે અને તે પણ કોઈજ જાતની પબ્લિટી વગર નાં કોઈ ફોટા પાડવા નાં કે નાં વિડિયો ઉતારી લોકોને સર્મિંદા કરવા ના ફોટો સેસનના યુગમાં આવા માણસો પણ છે જે જાણી ને અચંબિત પામી જવાય છે. કહેવાય છે ને કે, સારા કામ કરનાર ને સહયોગ પણ મળે જ છે. એવી રીતે જ આ ગ્રુપ ને પણ બહુજ સહયોગ મળી રહ્યો છે લોકો જન્મદિવસ, સ્વૈચ્છિક કે અન્ય પ્રસંગે યથાશક્તિ મુજબ દાન આપે છે તો કોઈ એક દિવસ નાં બધા ટિફિન પોતાના તરફ થી આપે છે, તો કોઈ માત્ર એક ફોન દ્વારા સ્વખર્ચે દૂરથી અંતર કાપી રક્તદાન કરવા પહોંચી આવે છે. ખરેખર આ તકનીકી જમાનામાં ટેકનોલોજીનો સાચો ઉપયોગ કોઈએ હેપ્પી લાઈફ ગ્રુપ જોડેથી શીખવું જોઈએ. આપ પણ આ ગ્રુપ સાથે જોડાઈ પ્લાઝમા, રક્તદાન કે અન્ય આર્થિક મદદ કરી લોકસેવામાં જોડાવા ઇચ્છતા હોવ અથવા આપને ટિફિન કે રક્ત ની જરૂરત છે તો નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. મો.9723367347, 9879148085 માત્ર ફોન દ્વારા ટિફિન તથા રક્તની સેવા મળે છે, કોઈ જ ચેહરા આગળ નહી લેનાર અને આપનાર માત્ર ફોન દ્વારા જ સંપર્ક મા રહે છે. વાહવાહી કમાવા કરતા લોકસેવા મા વધુ માને છે આ ગ્રુપ.લોકમુખે સાંભળ્યું છે કે ગ્રુપના ભાઈઓ ને કોઈ આભાર વ્યક્ત કરવા રૂબરૂ બોલાવે છે, તો એમનાં તરફથી જવાબ મળે છે કે, ના ભાઈ આભાર આપને કાઈ તકલીફ હોય ત્યારે અડધી રાત્રે યાદ કરજો. કામ થઈ જશે બાકી મુલાકાત નથી કરતા.