યુવકનું ટ્રેકટરના રોટાવેટરમાં આવી જતા મોત નિપજ્યાનો બનાવ

સરહદી બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના એક ખેતરમાં કામ કરી રહેલા એક યુવકનું ટ્રેકટરના રોટાવેટરમાં આવી જતા મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. આશાસ્પદ યુવાનના મોતના પગલે પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ઇકબાલગઢ પાસે આવેલ એક ફાર્મ હાઉસ પર જૈમિન અશોકભાઈ પટેલ પોતાના ખેતરમાં વાવણી માટે જમીનમાં રોટાવેટર દ્વારા ખેતીકામ કરી રહ્યા હતા.

તે દરમિયાન રોટાવેટરમાં કંઇક આવી જતા યુવક ટ્રેકટર પરથી નીચે ઉતરી રોટાવેટારમાં સાફ કરવા નીચે ઝૂકતા અચાનક તેના શરીરનું બેલેન્સ બગડતા તેમનો પગ રોટાવેટરમાં ફસાઈ ગયો હતો. પગ ફસાઈ ને રોટવેટર માં ખેચાઇ જતા તેમનું આખું શરીર છુંદાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ખેતરમાં બનેલી ઘટનાના પગલે યુવકના પરિવારજનો ખેતરમાં દોડી આવ્યા હતા. યુવકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા આજુબાજુ ના લોકો પણ દોડી આવ્યા હતા. પરિવારના આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. સવારમાં ઉમંગભેર ખેતરમાં ગયેલ દીકરો પરત ન ફરતા તેના માતા પિતાનું કરુણ રુદન કાળજા રડતું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version