ભીલડી પોલીસે સોમવારે પથ્થર કટીંગના પાવડરના પ્લાસ્ટીકના કટ્ટાની નીચે સંતાડેલ રૂ.22.61 લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપી દારૂ, ટ્રક મળી કુલ રૂ.32.66 ના મુદૃામાલ સાથે એક શખસને ઝડપ્યો હતો. પીએસઆઈ આર.જે.ચૌધરી પોલીસ સ્ટાફ સાથે સોમવારે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે દારૂ ભરેલી ટ્રક ડીસાથી રાધનપુર તરફ જનાર છે. જે બાતમીના આધારે રતનપુરા હાઈવે ક્રોસીંગ આગળ નાકાબંધી કરી હતી. ત્યારે ટ્રક નંબર આરજે-19-જીબી-5516 આવતા તેને રોકાવી ચેક કરતાં પથ્થર કટીંગના પાવડરના પ્લાસ્ટીકના કટ્ટાની નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.આમ દારૂની બોટલો તથા બીયરના ટીન નંગ-7382 કિંંમત 22,61,000, ટ્રક કિંમત .10,00,000, મોબાઈલ -1 કિંમત 5,000 મળી કુલ 32,66,000 નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકના ચાલક કાળુસિંગ જાલમસિંગ રાજપુત (રહે.રૂપાવાટોકી ઢાણી, નેત્રા ભોપાલગઢ જોધપુર-રાજસ્થાન) ને પકડી લીધો હતો. તેમજ દારૂ ભરાવનાર વોન્ટેડ ટ્રક માલીક ચંદનસિંહ રાજપુત (રાઠોડ) (રહે.જોધપુર-રાજસ્થાન) વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે