જ રોજ અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન બેઠક પૂર્ણ થઈ હતી. આજ રોજ અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહ ની, કેન્દ્રીયમંત્રી અને ગુજરાત રાજ્યના સહ પ્રભારી સુધીર ગુપ્તાજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપના અગ્રણી નેતૃત્વ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીની 30 હોદ્દેદારોની ઉપસ્થિતિમાં થયેલી બે દિવસીય ચિંતન બેઠક આજે પૂર્ણ થઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પહેલાં આ મહત્વની બેઠક મોટી બેઠક કહી શકાય છે. આજની આ બેઠકમાં અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.ભાજપની ચિંતન બેઠકની આજે બીજો અને અંત દિવસ હતો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઉપસ્થિત રહ્યા છે. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક નુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સરકાર અને સંગઠનની કામગીરીનું પ્રેઝન્ટેશન પાટીલ ના વનડે વન જિલ્લા કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.