ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાહનચોરીઓની ઘટનાઓમાં ડીસા તેમ જ આજુબાજુના પંથકમાં સતત વધારો થઈ રહ્યો છે મોટાભાગના વાહન ચોરો ડીસાના શહેરી વિસ્તારમાંથી ઉઠાંતરી કરતા નજરે પડી રહ્યા છે ડીસામાં આજે જલારામ મંદિર પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલ આગળ પાર્ક કરેલી ઇકો કારની ચોરી થઈ હતી. અજાણ્યો શખ્સ કાર ચોરીને રાધનપુર હાઇવે તરફ ભાગવા જતા ખિમાણા પાસે રસ્તામાં ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો.તેમજ અકસ્માત થતા કાર ફંગોળાઈને રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સામાન્ય કાર ચાલક સમજીને ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે સારવાર બાર ચોર ત્યાંથી મલુપુરનો જવાનું ચોર મલુકપુર જવાનું કહી ફરાર થઈ ગયો હતો.હોસ્પિટલમાં સારવાર માટે જતો ચોર સીસીટીવી માં કેદ થયો હતો. ડીસા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.