હાલ માં લોકસભા ની ચૂંટણીઓ જાહેર થતા રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડ માં આવી ગયા છે ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે ખાસ કરીને અન્ય રાજ્યો માંથી ગુજરાત તેમજ રાજસ્થાન માં ભાંગ ફોડીયા પ્રવૃત્તિ કરનાર કે પછી લિકર ની હેરાફેરી કરનાર સાથે 50 હાજર થી વધુ રકમ ની હેરાફેરી કરનાર લોકો ના મનસૂબા પાર ન પડે તે માટે પોલીસે સતત વૉચ ગોઠવી છે.
ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ને અડીને આવેલી માવલ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમા પ્રવેશ કરતા શંકાસ્પદ જણાતા વાહનોની રાજસ્થાન પોલીસ દ્વારા ચેકિગ હાથ ધરવામાં આવી રહી છે
ગુજરાત તરફ થી રાજસ્થાન માં આવતા મોટા ભાગે તમામ વાહનો નીઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અધિકારીઓ સહીત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે જે નાનામોટા અનેક વાહનો ની તપાસ કરી રહ્યા છેજોકે હાલ તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશ માં કોઈ પણ જાત ની મોટી રકમ કે લિકર નો જથ્થો ઝડપાયો નથી પોલીસ હાલ તબક્કે રાઉન્ડ થઈ ક્લોક 24 કલાક પોતાની ફરજ બજાવી રહી છે કોઈ પણ વ્યક્તિ 50 હજાર થી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહિ જો કોઈ ની પાસે મોટી રકમ મળી આવે તો તેને તમામ પ્રકાર ના આધાર પુરાવા રજુ કરવાના રહેશે તેમ પોલીસ ઇન્સ્પેક્ટર એ જણાવ્યું હતું