અમીરગઢના ઈકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પાસેથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યુ

૧૭ લોકો ની અટકાયત કરી 2 લાખ 53 હજારની રોકડ રકમ ઝપ્ત કરી હતી

અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલ બનાસ નદી પાસેથી ઈકબાલગઢ આઉટ પોસ્ટના પોલીસ હેન્ડ કોન્સ્ટેબલ અશોકભાઈ તેમજ પોલીસ હેન્ડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ને બાતમી મળી હતી કે બનાસ નદી પાસે હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે ત્યારે પોલીસે હકીકતના આધારે બનાસ નદી પાસે જુગાર રમી રહેલા લોકો ઉપર રેડ કરી જુગારધામ ઝડપી પાડી અમીરગઢ પોલીસે 17 લોકોની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશન મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની રેડ દરમિયાન જુગાર રમતા ઈસમો પાસેથી રૂપિયા 2 લાખ 53 હજારની રોકડ રકમ ઝપ્ત કરી હતી તેમજ પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ તેમજ વાહન સહિત કુલ મુદામાલ કિંમત રૂ. 17 લાખ 46 હજારનો મુદામાલ ઝપ્ત કરી અમીરગઢ પોલીસે 17 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version