ગુજરાત માં ઉનાળાની ગરમીના માહોલ વચ્ચે ગુજરાતને માથે કમોસમી વરસાદનું વધુ એક સંકટ તોળાઈ રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 21 અને 22 એપ્રિલના રોજ ગુજરાત ના વિવિધ જીલ્લા સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી, દીવ અને ભાવનગર અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ ગાંધીનગર તેમજ બનાસકાંઠા માં વરસાદ પડી શકે છે પરંતુ તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.કંડલા માં પણ આગામી ૨૪ કલાક માં હીટવેવ ની આગાહી કરવામાં આવી છે રાજ્ય ના ખેડૂતો માવઠાની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા માં મુકાયો છે.