બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા ના ચોથરનેસડા ગામે છેલ્લા કેટલાય સમય થી પાણી ની સમસ્યા ને લઇ ગ્રામ જનો માં નારાજગી તેમજ રોષ જોવા મળ્યો હતો.ત્યારે આજે પીવાના પાણી ની સમસ્યા યથાવત રહેતા આજે સમગ્ર ગામ વાવ મામલતદાર કચેરી એ આવી પહોંચી ને મામલતદાર એચ.બી.વાઘેલા ને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં આવેદન માં જણાવ્યા મુજબ ચોથા નેસડા ગામ ઉનાળાના પ્રારંભે છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા સર્જાય છે. જે બાબતે જવાબદાર તંત્ર રાજકીય નેતાઓ તેમજ ઉચ્ચસ્તરે અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજ સુધી પાણીની સમસ્યા હાલ થઈ નથી જેથી જો આ સમસ્યા હાલ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.