બનાસકાંઠા ના થરાદ ખાતે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભા મત વિસ્તારના દશ જેટલા પડતર પ્રશ્ર્નોની કરેલી રજૂઆતો ગુજરાત સરકાર ધ્યાને નહિ લેતી હોવાનું કહી કોંગ્રેસના ધારાસભ્ય પ્રાંત કચેરીના ગેટ સામે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે જેમાં થરાદ ધારાસભ્ય ગુલાબસિહ રાજપુત મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા થરાદ 8 વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ પ્રકારના દશ જેટલા પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી છે.જેમાં કાચા રસ્તાઓને પાક્કા બનાવવામાં આવે, ડોડગામ અને ખાનપુર ગામોને પુન વસવાટ અને પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે, નર્મદા નહેર લીકેજ થવાના કારણે જમીની નુકશાન થયું તેનું વળતર આપવામાં આવે, સરકારે જાહેર કરેલ ગૌપોષણ યોજના હેઠળ 500 કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવે, જમીન રિસર્વેનો કાયદો રદ કરી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, ઘર વિહોણા પરિવારોને રાહતના મફત પ્લોટ આપવા,દલિત સમાજના 38 ગામોમાં સ્મશાન ભૂમિ નિમ કરી આપવી વગેરે માંગો ને લઈને ઉપવાસ આંદોલન માં ઉતર્યા છે વધુ માં જણાવ્યું હતું કહ્યું હતું કે કે જો સરકાર આ માંગો પૂરી નહિ કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રેહશે તેમ જણાવ્યું હતું