વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ખાસ કરીને આ વખતે યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી જ જંગ જોવા મળશે જેને લઇ અત્યારથી જ દરેક પક્ષ દ્વારા પોતાના પક્ષની જીત માટે કાર્યકર્તાઓ અને આગેવાનોને પ્રચાર પ્રસાર માટે ગામેગામ અને શહેરમાં કામે લગાડી દીધા છે ત્યારે ડીસા તાલુકામાં પણ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પોતાના પક્ષને લઈ અત્યારથી જ ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક લોકો સાથે બેઠકો શરૂ કરી દીધી છે
જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા મુકામે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ મુલાકાત કરી હતી. જેમાં થેરવાડા ગામે વસવાટ કરતા ઠાકોર સમાજ અને રબારી સમાજના લોકો સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહાકાળી માતાના મંદિર ખાતે યોજાયેલી આ બેઠકમાં ઠાકોર સમાજ અને રબારી સમાજના ગામજણો દ્વારા મિત્ર મંડળ દ્વારા પણ ગોવાભાઇ દેસાઈ નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું . તો આ તરફ થેરવાડા ગામમાં જે પશુધન મોતને ભેટી રહ્યા છે તેને બચાવવા માટે પણ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો આ તરફ ખેડૂતો અને ગામના આગેવાનો સાથે પણ ધારાસભ્ય બેઠકમાં ચર્ચા વિચારણા કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આ ગામમાં ન થયેલા કામો અંગે ચર્ચા કરી હતી અને કોંગ્રેસની સરકાર આવશે તો આ ગામના તમામ કામો પૂર્ણ કરવાની પણ ગોવાભાઇ દેસાઈએ બાહેધરી આપી હતી જે બાદ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ ગામમાં ચાલતી નિરાધાર ગૌશાળા ની મુલાકાત લીધી હતી જ્યાં ગાયોના ઘાસચારા માટેની વ્યવસ્થા પણ ગોવાભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી આજે થેરવાડા ગામે ડીસાના પૂર્વ ધારાસભ્ય દેસાઈ એવા મુલાકાત કરતા ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો