ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આજે મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈ હતી અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એકત્ર થયેલી બહેનોની માંગ સ્વીકારવા માટે ધાનેરાના ધારાસભ્ય નથાયભાઈ પટેલ તાલુકા હેલ્થ કચેરી ખાતે પહોંચ્યા હતા. આશા વર્કર બહેનો દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આશા વર્કર બહેનોને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે વર્ગ ચાર નું કાયમિક મહેકમ ઊભો કરી એમાં આશા વર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે આશા વર્કર બહેનોએ અન્ય સરકારી મહિલા કર્મચારીની જેમ 180 દિવસ મેટરનીતિ લીવ આપવામાં આવે હેલ્થ એન્ડ વેલને સેન્ટર અંતર્ગત એનસીડી પ્રોગ્રામમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે આશા વર્કર બહેનોને એન્ડ્રોઇડ ફોન આપવામાં આવે ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારનું ઓળખ પત્ર આપવામાં આવે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર આશા વર્કર બહેનોને પણ અટલ પેન્શન યોજના આપવામાં આવે તેવી અનેક માંગો સાથે ધાનેરાના ધારાસભ્યને આવદેનપત્ર આપ્યું હતુ ત્યારે ધારાસભ્ય એ પણ આવેદનપત્ર સ્વીકારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેની બહેનોને ખાતરી આપી હતી