ગુજરાત રાજ્ય ની આંગણવાડી સંગઠનની બહેનોએ પોતાની પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા આખરે વિધાનસભા ઘેરાવો કરવાની ચમકી ના પગલે રાજ્ય ભર ની આંગણવાડી બહેનો ગાંધીનગર પહોંચવા નિકળી હતી ત્યારે આજ રોજ વાવ તાલુકા મથકે થી અંદાજીત 60 બહેનો ગાંધીનગર જાય તે પહેલાં બહેનો ને વાવ પોલીસ દ્વારા વહેલી સવારે 4વાગ્યા ની આજુબાજુ પોલીસ મથકે લાવી નજરકેદ કરવામાં આવ્યા હતા.જેમાં રોષે ભરાયેલી મહિલાઓ રણચંડી બની ને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો.જેમાં મહિલાઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે બેટી પઢાવો બેટી બચાવો ની વાતો કરતી સરકાર સામેં આડકતરી રીતે કટાક્ષ કર્યા હતા.જો આ લોક શાહી માં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરતા પહેલા આંગણવાડી બહેનો ની અટકાયત સામે ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને આંગણવાડી બહેનો દ્વારા પોલીસ મથકે રામધૂન બોલાવી હતી.જેમાં કોંગ્રેસ સહિત આપ ના હોદેદારો પોલીસ મથકે પહોંચ્યા હતા.જોકે સાંજે 5 વાગ્યા સુધી નજર કેદ કરી ને છુટા કરાયા હતા