- ડેડાવા ગામે ગળે ફાસો ખાધેલ સ્ટોરી નો ખુલાસો
- આરોપી પતિ એ પત્ની ને મોત ને ધાટ ઉતારી
- થરાદ DYSP પુજાબેન યાદવ અને વાવ પોલીસે ગુનેગાર ડિટેક કરી ધરપકડ કરી
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી પંથક માં કાળજું કંપાવી નાખે તેવી ધટના સામે આવી છે જેમાં બનાસકાંઠા ના વાવ તાલુકા ના ડેડાવા ગામે રહેતા પરશોતમભાઈ રાજુભાઈ વણોલ પતિ એ કંચનબેન પત્ની એ મોત ને ધાટ ઉતારી છે જેમાં ગળે ફાસો ખાધેલ બનાવટી સ્ટોરી ઉભી કરનાર ખૂની પતિને ઉધાડો પાડવામાં આવ્યો છે જેમાં ધટના ની જાણ થતા ની સાથે થરાદ Dysp થરાદ પુજાબેન યાદવ ને તપાસ આપવામાં આવી હતી ધટના જાણ પરણિત યુવતી ના પિયર પક્ષ ને થતા ભાઈ અને માતા સહીત લોકો એ વાવ પોલીસ સ્ટેશન ખાતે હત્યા નો ગુનો નોધવામાં આવ્યો હતો ત્યારબાદ યુવતી ના શવ ને વાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PM અર્થે ખસેડવામાં આવી હતી ત્યારબાદ PM નોટ માં મૃત્યુ નું કારણ ગળે ફાસો થવાથી નથી થયુ નથી તે સંકા ના હેઠળ આરોપી પતિ પરશોતમભાઈ રાજુભાઈ વણોલ ને શ્રી પૂજા યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓ એ.એસ.આઇ અબ્દુલ રહેમાન મકરાણી તથા અ.પો.કોન્સ વસનાભાઇ હરિભાઇ તથા અ.પો.કોન્સ દજાભાઇ રામસીભાઇ તથા આ.પો.કોન્સ ભેમાભાઇ ઉદાભાઇ વિગેરે પોલીસ ના જવાનો દ્વારા કસ્ટડી માં લઇ પૂછ પરછ કરતા ગુનાની કબુલાત કરી હતી જેમાં પોતાની પત્ની વારંવાર પિયર મળવા જવાની હઠ કરતી હોઈ જેથી આરોપી પતિ દ્વારા વહેમ કરી પત્ની ને મોત ને ધાટ ઉતારી હતી અને ખૂન ના ગુના થી બચવા ગળે ફાસો ખાધેલ બનાવટી સ્ટોરી ઉભી કરવામાં આવી હતી આરોપી વિરુધ ૩૦૨ નો ગુનો નોધી તાપસ હાથ ધરવામાં આવી છે