યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
બનાસકાંઠા સરહદી વિસ્તાર સુઈગામ ખાતે આજરોજ તા -૧/૧૦/૨૦૨૧ ના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી કેડર ને લગતા વિવિધ પડતર પ્રશ્નો ને લઈ ને દિન 01 ની CL મૂકીને સુઈગામ સેવા સદન ખાતે પ્રતીક ઘરણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય તલાટી મહા મંડળ દ્વારા તલાટીઓ ના વિવિધ પ્રશ્નો બાબતે સરકારશ્રી માં આવેદન પત્ર આપેલ છે..તેમ છતાં તેઓની રેવન્યુ તલાટી સમકક્ષ 4400 ગ્રેડ પે, વિસ્તરણ અધિકારી-સહકાર તથા આંકડા માં પ્રમોશન જેવા પ્રાણ પ્રશ્નો નો નિકાલ નહિ થતા તલાટી મંડળમાં તીવ્ર અસંતોષ જોવા મળેલ હતો…તલાટી મંડળની સામુહિક CL થી આમ લોકો માં અગવડતા જોવા મળી હતી અત્રે એ પણ નોંધવું રહ્યું કે અગાઉ વર્ષ 2018 માં પણ તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ત્રણ દિવસની હડતાળ પાડવા માં આવેલ હતી..પરંતુ સરકારશ્રી એ વખતે આપેલ વાયદાઓ પૂર્ણ ના કરતાં તલાટી મહા મંડળે આંદોલન કાર્યક્રમો જાહેર કર્યા છ હતા તેના ભાગ રૂપે આજે રાજ્ય ભર માં તલાટીઓ CL મૂકી ધરણા કરેલ હતા…તલાટીઓના પ્રશ્ન બાબત ગુંચવાયેલો પ્રશ્નનું ક્યારે સમાધાન થશે એ તો સમય જ બતાવશે..પરંતુ ત્યાં સુધી ગ્રામીણ જનતા ને હાલાકીનો સામનો કરવો પડશે એ નિશ્ચિત છે.