બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ત્રણ પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે શખ્સને ઝડપ્યો

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે_* જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા _શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પો.સ.ઇ. એલ.સી.બી_* નાઓના માર્ગદર્શન મુજબહેડ.કોન્સ નરપતસિંહ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, ઈશ્વરભાઈ, અર્જુનસિંહ પો.કોન્સ. પ્રકાશચંદ્ર, દિનેશભાઇ, પ્રકાશભાઈ, શંકરભાઈ, પ્રવીણભાઈ_* નાઓ પાલનપુર પશ્ચિમ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે  મળેલ બાતમી હકીકત આધારે પાલનપુર થી અમદાવાદ તરફ જતા બ્રિજના પાલનપુર તરફના છેડે રોડ પાસે હકિકત વાળા ઈસમને પકડી પાડી તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ સચિન વિરાધારામ બિશ્નોઈ રહે. કુંડકી તા. ચીતલવાના ઝાલોર રાજસ્થાન વાળો હોવાનું જણાવેલ સદરે ઇસમની અંગજડતી કરતા તપાસ કરતાં તેની પાસેના થેલામાંથી હાથબનાટની દેશી પીસ્ટલ નંગ-03 તથા જીવતાં કારતુંસ નંગ-20 તથા મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ કિં.રૂ.68,700/-_* ના મુદ્દામાલ સાથે મળી આવતાં સદરે ઈસમ વિરુદ્ધમાં આર્મ એક્ટ મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version