યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
નવા આવેલા મહિલા TDO કુ.કાજલબેન આંબલિયા દ્વારા તાલુકાના કોઈપણ ગામની ઓચિંતી મુલાકાત લેવાય છે, ત્યારે આજે તાલુકાના મોરવાડા ગામની ઓચિંતી મુલાકાત લેવાઈ હતી, જેમાં મોરવાડા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકર્ડની ચકાસણી કરાઈ હતી,બાદ આંગણવાડી ની મુલાકાત લઈ કાર્યકર સાથે ચર્ચા કરી હતી,ઉપરાંત થોડા સમય પહેલાં બનેલ કોમ્યુનિટી હોલ ના કામની ચકાસણી કરાઈ હતી,TDO ના આગમનના સમાચારના પગલે ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્વચ્છતાની કામગીરી કરવાઈ રહી છે,અત્રે ઉલ્લેખનીય છે કે નવા આવેલા TDO ના આગમન બાદ તાલુકાના તમામ ગામોમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે, અને જરૂરી કામગીરી હાથ ધરાઈ છે