થરાદ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર માંથી સ્ટેટ મોનિટરીંગ સેલ દારુ ઝડપી પાડયો,૩ ઈસમો પકડી પાડી ,૫  ના વિરુધ માં ફરિયાદ દાખલ કરાઈ

બનાસકાંઠા જીલ્લાના થરાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દારૂ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલ ની ટીમને ચોક્કસ બાતમી આધારે થરાદ ટાઉન ના ભીલ વાસ માં રેડ કરી હતી. જ્યાં હર્શન હીરાભાઈ ભીલ ના મકાન માં ગેરકાયદેશર અને વગર પાસ પરમીટ નો દારૂ બોટલ નંગ : ૪૧૫ કી.રૂ.૪૧૫૦૦ તેમજ મોબાઈલ નંગ.૩ કી.રૂ.૧૫૦૦૦ તેમજ રોકડા રૂપિયા ૧૧૭૦૦ મળી કુલ ૬૮૨૫૦ ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન ૫ ઈસમો માંથી ૩ ઈસમો ને ઝડપી પાડયા હતા.જેમાં થરાદ પોલીસ મથકે હર્શન હીરાભાઈ ભીલ,રમઝાન અહેમદ ખાન બલોચ ,કિરણભાઈ મેરાભાઇ ભીલ ,વશરામ સેતા રબારી ,તેમજ વિપુલ રબારી ના વિરુધ માં પ્રોહી એકટ મુજબ નો ગુન્હો નોધી ૨ ઈસમો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version