પાલનપુર તાલુકાના ગાદલવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા એટીવીટીની ગ્રાન્ટમાંથી એમના મળતીયાના ઘર આગળ પાછળ બ્લોક પાથરી ભ્રષ્ટાચાર કરી હોવાની અનેક રજૂઆત કરવા છતાં તંત્રના સત્તાધીશો આંખ આડા કાન કરતા હોવાના અરજદારે આક્ષેપ કર્યા હતા ત્યારે વધુમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિએ પણ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે આક્ષેપ કરતા ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું કે એટીવીટીની ગ્રાન્ટ માટે કોઈપણ પ્રકારની સભ્યોની મંજૂરી લેવામાં આવી નથી અને કોઈ ઠરાવ પણ લેવામાં આવ્યો નથી અને પોતાની મનમાનીથી ગ્રાન્ટનો ઉપયોગ કરી આ ગ્રાન્ટમાં મસ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા ત્યારે ગામના અરજદારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી હોવા છતાં સત્તાધીશો તપાસ કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે જો તપાસ થાય તો મળતીયાઓના પગ સુધી ભ્રષ્ટાચાર નો રેલો પહોંચે તેવી સંભાવના છે તેથી તટસ્થ તપાસ માંગ થાય તેવી અરજદાર માંગ કરી છે.