ઉત્તર ગુજરાત વરસાદ ખેંચતા પશુ પાલકો સહીત ખેડૂતો ની હાલત કફોડી બની છે આ સમયે વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે પરંતુ બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે સૌથી મોટી અસર પશુપાલન પર થાય છે કારણ કે ઘાસચારો મોંઘો થયો છે અને પાણીના તળ પણ નીચા છે એટલે જો હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી થવાની
સામાન્ય રીતે છ જુન બાદ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને ખેડૂતો પોતાના ખેતર ખેડીને તૈયાર કરી દેતા હોય છે જોકે ખેડૂતોએ ખેતર તો ખેડીને તૈયાર કર્યો છે પરંતુ વરસાદ હજુ ખેંચાયો છે બનાસકાંઠામાં હજી સુધી વરસાદ નથી થયો અને જેને કારણે ખેડૂતો ચિંતામાં છે ત્યારે સૌથી વધુ વરસાદ ખેંચવાની અસર પશુપાલન પર થઈ છે એક તરફ પાણીના તળ નીચે છે સિંચાઈના પાણીની સમસ્યા છે તો બીજી તરફ પશુ પાલન માટે ઘાસ ચારો પણ મોઘો થયો છે જે ઘાસચારાના 20 રૂપિયા હતા તેના 40/50 રૂપિયા થયા છે તેની જગ્યાએ અત્યારે અંદાજીત 30 રૂપિયા જેટલો મોંઘા થયા છે એટલે ઘાસચારો મોંઘો થવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે

જોકે 6 જૂન બાદ વરસાદ થતો હોય છે અને વરસાદ બાદ લીલુ ઘાસ ઉગી જતું હોય છે અને જેને કારણે પશુઓ માટે રાહત થતી હોય છે પરંતુ હજુ સુધી વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે પશુપાલકોની ચિંતા વધી છે અને હજુ જો 15 દિવસ સુધી વરસાદ ખેંચાય તો ખેડૂતો વિકટ પરિસ્થિતિમાં મુકાય તેવી પરિસ્થિતિ છે ખાસ કરીને થરાદ વાવ સુઈગામ સહીત જિલ્લા પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે કારણ કે ભૂગર્ભ જળ ખૂબ જ નીચા છે સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી અને જેને કારણે વરસાદ પર આધારિત ખેતી અને પશુપાલન છે એટલે કે ખેડૂત હવે આકાશ તરફ મીટ માંડી અને વરસાદની રાહ જોઈ રહ્યો છે ત્યારે વરસાદ થાય તો પશુપાલકોને રાહત મળે અને ખેડૂતોની ચિંતા માટે પરંતુ જો વરસાદ ખેંચાય તો ચોક્કસ ખેડૂતોની પરિસ્થિતિ દયનીય થશે.
જાણો ભારતીય કિશાન સંધ ના વાવ તાલુકા પ્રમુખે શું કહ્યું…?
ત્યારે ભારતીય કિશાન સંધ ના પ્રમુખ હીરાજી ગોહિલે યે હૈ ન્યુઝ ઇન્ડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર વરસાદ ખેચાતા પશુઓ નો ધાસચારો મોધો થયો છે.જેમાં જે ધાસ પુલો ૨૦ રૂ મળી રહ્યો હતો તે ધાસ પૂળો હાલ ૪૦ કે ૫૦ માં મળી રહ્યો છે.સરકાર અને તેમનું તંત્ર જ્યાં ગૌ શાળા તેમજ રખડતા પશુઓ માટે યુદ્ધ ના ધોરણે ધાસ ચારા ની સગવડ કરાવે તેવી માંગ કરી હતી.