રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી .જેમાં ૫ દિવસ માં કમોસમી વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત ઓ એ આગાહી કરી છે. ત્યારે આજરોજ રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. અચાનક મોસમના બદલાયેલા મિજાજને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે

મગફળી અને કપાસ,એરંડા અને ધઉં નો વાવેતર પાક વરસાદને કારણે ધોવાય ગયો હતો. પરંતુ શિયાળુ પાકની આશા રાખીને બેઠા ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી થયો છે અને અનેક વિસ્તારમાં ઝાપટાં પડ્યાં છે. સરહદી વિસ્તાર થરાદ, વાવ, સુઇગામમાં ગુલાબી ઠંડી માં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખેતીના પાકને નુકસાનનો ભય ફેલાયો છે.ઠેર ઠેર વરસાદી પાણી ના ખાબોચિયા ભર્યા જોવા મળ્યા છે