યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)
બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભડવેલ ગામે થી તા – ૭ /૯/૨૦૨૧ થી પ .પૂજ્ય આચાર્ય હરિદાસ મહારાજ ની રાહબરી હેઠળ સંકીર્તન યાત્રા નું શુભઆરંભ કરવામાં આવ્યો હતો તે બાદ વાવ તાલુકા ના વિવિધ યાત્રાધામ ખાતે સંકીર્તન યાત્રા કરવામાં આવી તા -૨૨ /૦૯/૨૦૨૧ ના રોજ વાવ ના લખાપીર ધામ ખાતે ત્યારબાદ વાવ ના હિંગલાજ માતાજી ના સાનિધ્ય માં ભજન કીર્તન અને રામ નામ થી મંદિર ગુંજી ઉઠ્યું હતું તે બાદ તા – ૨૩/૦૯/૨૦૨૧ ના રોજ વાવ ના કપિલેશ્વર ખાતે સંકીર્તન યાત્રા પહોચી હતી જેમાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ યે હૈ ન્યૂઝ ઈન્ડિયા ના મીડિયા ટીમ ના પ્રતિનિધિ આચાર્ય હરિદાસ મહારાજ નો સંપર્ક કર્યો હતો અને તેમના જણાવ્યા અનુસાર આ સંકીર્તન યાત્રા મુખ્ય ઉદ્દેશ જગત માંથી ગૌ હત્યા કલંક નાબુદ થાય અને કોરોનાની મહામારી તથા અકસ્માત મૃત્યુ પામેલા સ્વજનો ને મોક્ષ પ્રાપ્ત થાય આ પ્રસંગે ગામ લોકો તેમજ યુવાનો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા .આ કાર્યક્રમ સરહદી પંથક માં વિવિધ ગામો માં આવેલ યાત્રા ધામો માં સંકીર્તન યાત્રા થકી ભજન કીર્તન અને રામ નામ થી મંદિરો ગુંજી ઉઠશે ..