યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લલિત દરજી)
બનાસકાંઠા જિલ્લા માં આજે પણ અનેક લોકો સેવા નું કામ કરે છે તેનો ઉત્તમ દાખલો દિયોદર માં સામે આવ્યો છે જેમાં દિયોદર પરિવાર હોસ્પિટલે એક ગરીબ પરિવાર ની આર્થિક પરિસ્થિતિ જોવી મફત માં ઓપરેશન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે થોડા સમય પહેલા દિયોદર તાલુકા ના વખા ગામે ગોળાઈ માં એક રીક્ષા પલ્ટી ખાતા રીક્ષા માં સવાર વાદી ગોડાભાઈ ભેમાંભાઈ ઉ ૩૫ ને ઘૂંટણ ના નીચે ભાગે ખૂબ ખરાબ હાલત માં ફેક્ચર થવા પામ્યું હતું જેમાં આ યુવાન ને સારવાર માટે દિયોદર પરિવાર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેમાં પગ ના ભાગે ગભીર ઇજા હોવાથી સૌ પ્રથમ વાર રીંગ વાળું ઇલીઝીરો પધ્ધતિ થી ઓપરેશન કરવાનું હોવાથી હોસ્પિટલ ના ડો રમેશભાઈ પટેલ,ડો મયુરભાઈ જોશી,ડો હિતેશભાઈ ચોધરી તેમજ તમામ સ્ટાફ દ્વારા આ ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ આ ગરીબ યુવાન ની મોટી રકમ ની પરિસ્થિતિ ના હોવાથી હોસ્પિટલ દ્વારા તમામ ફ્રી માફ કરી એક યુવાન ને આર્થિક મદદ કરી હતી